કાંટાળી ટેકરીથી સાદ - 6

6.દર્શકને શું કરવું એ સમજાયું નહીં. એણે  વારાફરતી સ્થિર બેઠેલી મૂર્તિ જેવી સ્ત્રી સામે, સાવ નજીક ઊભેલા વિચિત્ર માનવ આકારો સામે અને તરત સામે સાવ એકાંત અંધારા હાઈવેના ચડાણ અને દૂર પેલી ટેકરી સામે જોયું. એનો હાથ દરવાજાના હેન્ડલ પર જઈ અટકી ગયો.“મારે એકેય બાજુ નથી જવું. કોઈ અજાણી મુશ્કેલીમાં નથી પડવું.” એણે કહ્યું અને પોતાને ઓઢાડેલું વસ્ત્ર દૂર કરતો ઊભો થયો અને પોતાને ઓઢાડેલી સાડી  એ સ્ત્રીને ફરીથી ઓઢાડી. સ્ત્રીનું સૌંદર્ય તેની આંખો સામે આવ્યું. સર્વાંગ સુંદર, અત્યંત લોભામણું. ભાગ્યે જ જોવા મળે એવું.એ સ્ત્રી તેની સામે એ જ અપાર્થિવ દૃષ્ટિથી જોઈ રહી હતી. એની દૃષ્ટિ ડર લાગે એવી હતી.