કાગળ - ભાગ 4

અંધકાર નાં ગર્ત માં વિલુપ્ત થતા પ્રકાશ વચ્ચે પ્રેમ પથ પર બે નવી કુપળો ઉભરી આવી હતી, વિશાળ અને નવ્યા નાં મનના વિચારો માત્ર એક બીજા માટે જ વ્યાપક થઈ રહ્યા છે, અંતર નાં વ્યાપક આનંદ ને માણતા બંને ઘર તરફ જઈ રહ્યા હતા. રસ્તામા કોઈ બંને એક બીજાનો પરિચય પુછતા અને અંદર અંદર થી ધીમે ધીમે મલકતા. લગભગ પાંસોએક ડગલા આગળ વધાતા વિખૂટા પડવા નો વખત આવી ગયો હતો, સામેજ બે અલગ અલગ દિશા માં જતી બે કેડી હતી. જેમ જેમ કેડી પાસે આવતી જતી હતી એમ એમ હાથો ની પકડ મજબુત થતી જતી હતી. જાણે એક બીજા થી વિખૂટા