એકાંત - 19

  • 158
  • 56

જીવનના અમુક રહસ્યો એવા હોય છે કે, આપણે ઈચ્છીએ તો એનો ખુલાસો કોઈ પાસે કરી શકતાં નથી. કહેવાય છે કે દર્દ જેટલું વહેંચી એટલું ઓછું થાય છે અને સુખ જેટલું વહેચીએ એટલું બમણું થાય છે. દલપત દાદા અને પ્રવિણે તેમના અતિતના દર્દને હજું કોઈ સાથે વહેંચવા માટે હિમ્મત દાખવી શકતા ન હતા. પ્રવિણના અતિતને ત્યાં જ સ્ટોપ કરીને દલપત દાદા અને હાર્દિક બીજી વાતોએ ચડી ગયા હતા.ઘાટ પર પ્રવિણના કહેવાથી રાજ જાગીને તેની આસપાસ જોયું તો તેને જાણ થઈ કે એ સોમનાથના ઘાટ પાસે સુતો હતો. પોતના શબ્દોથી ક્ષોભીલો પડેલા રાજે સૌની સામે પોતાની નજર નીચી કરી નાખી. રાજ ભાનમાં આવી