એકાંત - 18

  • 218
  • 98

હાર્દિકે પ્રવિણની વાતનું માન રાખીને તેનાં ઘરે મહેમાનગતિ માણી. પ્રવિણને ભક્તોને પ્રસાદ આપવાનું મોડું થતું હોવાથી એ હાર્દિકને દલપતદાદા અને વત્સલ પાસે મૂકીને જતો રહ્યો. વત્સલની મોટી વાતોથી હાર્દિક અને દલપત દાદા બન્ને હસવા લાગ્યાં. નાદાન વત્સલ એ બન્નેને હસતા જોઈ રહ્યો હતો."તમે લોકો મારા પર હસો છો કેમ? મે કોઈ જોક્સ માર્યો છે?""અરે ના દીકરા, તે કોઈ જોક્સ નથી માર્યો. તારી દરેક વાતો તારા દાદા જેવી છે. મહેમાનોને સાચવવાના વારસાની ફરજ જરૂર તું ખૂબ સરસ રીતે નિભાવીશ. આવ અહી મારી પાસે બેસી જા."દલપત દાદા વત્સલને પોતાના લોખંડના પલંગ પાસે પોતાની બાજુમાં બેસાડી દીધો. હાર્દિકને વત્સલ જોઈને તેના દીકરાના આર્યનું