મહાશિવરાત્રીના પાવન અવસર પર પ્રવિણની રાજ સાથેની મુલાકાત થયા પછી તેની બીજી મુલાકાત હાર્દિક સાથે થઈ. હાર્દિક દેખાવે પૈસાદાર વ્યક્તિ લાગતો હતો. કહેવાય છે કે, ભગવાનને યાદ કરવા માટે સોમનાથ દાદા કોઈના જીવનમાં કંઈક ખામી રાખે છે. હાર્દિકના જીવનમાં એવું જ કાંઈક ચાલી રહ્યું હતું. સંપૂર્ણ ભૌતિક સગવડ સાથે જીવતા હાર્દિકને તેનો દીકરો સાથે ના હોવાનો વસવસો તેને એકાંતમાં લઈ ગયો.હાર્દિકની વાસ્તવિકતાથી અજાણ પ્રવિણને માલુમ થઈ કે એ તેની લાઈફમાં ફેમિલી વગર એકલો જીવી રહ્યો હતો. એ સાથે પ્રવિણને દુઃખ પહોચ્યું. "હાર્દિકભાઈ, કદાચ આને જ સંસાર કહેવાય. દરેકના લાઈફમાં સોમનાથ દાદા કોઈ તો અધુરાશ રાખી દે છે. જો વ્યક્તિ ઈચ્છે એવી