ગર્ભપાત - 18

  • 580
  • 218

ગર્ભપાત - ૧૮      પ્રતાપસિંહ કૈલાસનાથને મળ્યા પછી ખૂબ હતાશ જણાતાં હતા, પંડિત દિનાનાથે તેમને સાંત્વના આપી અને બધું ઈશ્વર પર છોડી દેવા કહ્યું. પ્રતાપસિંહને પણ પંડિત દિનાનાથની વાત યોગ્ય લાગી.      પ્રતાપસિંહ અને મમતાબા ફરીથી એકસાથે રહેવા લાગ્યાં. મમતાબાએ પણ હવે પ્રતાપસિંહની ભૂતકાળની ભૂલો માફ કરી દીધી હતી. સાવિત્રી પણ પોતાના કામકાજની સાથે મમતાબા અને સોનલનું સારી રીતે ધ્યાન રાખતી હતી. સાવિત્રીએ જાણે હવેલીની તમામ જવાબદારીઓ ઉપાડી લીધી હતી.        એકાદ મહિના પછી મમતાબાને ફરિથી ગર્ભ રહ્યો. પ્રતાપસિંહ પણ ફેક્ટરીનું મોટા ભાગનું કામકાજ વિશ્વાસુ માણસોને સોંપીને હવેલી પર રહેવા લાગ્યા હતા. સાવિત્રીની જવાબદારીઓ પણ હવે વધી ગઈ હતી.