ગર્ભપાત - ૧૭ ( નોંધ:- આ સ્ટોરી દ્વારા કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવી એવો કોઈ ઈરાદો નથી. જો સ્ટોરીમાં એવો કોઈ ઉલ્લેખ આવશે તો એ માત્ર વાંચકોના મનોરંજન માટે હશે.) હવેલીમાં અમાસની કાળ રાત્રીએ ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. તાંત્રિક કૈલાસનાથના મંત્રોચ્ચાર જેમ જેમ તિવ્ર થઈ રહ્યા હતા એમ આસપાસનું વાતાવરણ પણ બિહામણું થઈ રહ્યું હતું. કૈલાસનાથના તીવ્ર મંત્રોચ્ચાર વચ્ચે અચાનક નાનકડી સોનલ અટ્ટહાસ્ય કરતી હવામાં અધ્ધર થઈ અને ગોળ - ગોળ ફરવા લાગી. આ જોઈને મમતાબા એકાએક પોતાની જગ્યાએથી ઊભાં થઈને સોનલ તરફ દોડ્યાં. હજુ સોનલ સુધી પહોંચે એ પહેલાં બેભાન થઈને ઢળી પડ્યાં. હવન કુંડની