ગર્ભપાત - ૧૫ ( નોંધ:- આ સ્ટોરી દ્વારા કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવી એવો કોઈ ઈરાદો નથી. જો સ્ટોરીમાં એવો કોઈ ઉલ્લેખ આવશે તો એ માત્ર વાંચકોના મનોરંજન માટે હશે.) મમતાબા જાણી ગયા હતાં કે ઢીંગલીના રૂપમાં રહેલી કંચનને પોતાની દિકરી સોનલ સાથે લગાવ થઈ ગયો છે. આ લગાવ આગળ જતાં કોઈ મુશ્કેલી ન સર્જે તે માટે તેનો કોઈ ઉપાય તાત્કાલિક કરવો જરૂરી હતો. બહુ વિચાર્યા બાદ મમતાબાને એક નામ આંખો સામે તરી આવ્યું. એ નામ હતું પંડિત દિનાનાથ. પંડિત દિનાનાથ તેમના પરિવારના રાજ પૂરોહિત હતા. મમતાબાએ બિજા દિવસે જ પંડિત દિનાનાથને મળવા જવાનું નક્કી