ભારત આજેહરણફાળ ભરી રહ્યું છે અને વિશ્વસ્તરે ભારતનો ડંકો વાગીરહ્યો છે, પરંતુ દેશના વિકાસમાં અવરોધરૂપ બની રહેલા એવા યુનિફોર્મ સિવિલ કોડની વાત આવે ત્યારે એવોર્ડવાપસી ગેંગ, સેક્યુલર પંડિતો તથાદેશમાં અસહિષ્ણુતાની બૂમો પાડનાર બુદ્ધિજીવીઓ મૌન ધારણ કરી લેછે. આવા સમયમાં એ જાણવું ખૂબ જ જરૂરી બને છે કે આ મુદ્દો ખરેખર છે શું?અને તે આટલો વિવાદાસ્પદ કેમ બન્યો છે? દેશનું ન્યાયતંત્ર આ મુદ્દાને વારે-તહેવારે ઉઠાવતું રહે છે, પરંતુ કોઈપણ સરકાર કાયદામાં સુધારો કરીને તેને લાગુ કરવાની હિમત નથી દાખવી શકી.તમામ સરકારો એક્શન લેવાની વાત તો દૂર, ચર્ચા કરવાની પણ તૈયારી બતાવતી નથી જે ખરેખર દુઃખની વાત છે. વિવિધ ધર્મને માનનારા લોકો