અમે ઘરે પહોંચ્યા. જમવાનું તૈયાર જ હતું. મેં દિકરાને ખવડાવ્યું અને મેં પણ ખાઈ લીધું. અને પછી તમે નોકરીએથી આવ્યા. તમે એમ પણ ન પૂછ્યું કે આજે બસ મળી ગયેલી કે તમને મોડું થયું ગઈકાલની જેમ. મને થયું કે હશે જવા દે કદાચ તમારો સ્વભાવ જ નથી લાગણી વ્યક્ત કરવાનો. હું દિકરાને લઇને જ્યારથી શાળાએ જતી થઈ ત્યારથી સવારનું કામ તો મમ્મી કરી જ લે પરંતુ સાંજે પણ મને કંઈ ન કરવા દે. હું કેટલીએ વાર એમને કહું કે મને કરવા દો પણ એ ન જ કરવા દે. સારું લાગ્યું હું અડધો દિવસ દિકરા સાથે ઘરની બહાર રહેવા માંડી તો