મારુ ઘર, મારી નિયતિ છે - 17

મારુ ઘર મારી નિયતિ છે મીરા એરપોર્ટ પર આકાશને શોધી રહી હતી. આકાશની નજર મીરા પર પડી. તેણે જોરથી બૂમ પાડી, "મીરા!"મીરા આકાશ પાસે ગઈ. આકાશે તરત જ મીરાને ભેટીને શાંતિનો શ્વાસ લીધો અને કહ્યું, "ફ્લાઈટ ઉપડવાનો સમય થઈ ગયો છે. તું ક્યાં હતી? મને એમ હતું કે તું નહીં પહોંચી શકે, પણ તું સમયસર આવી ગઈ. ચાલ મીરા, મોડું થાય છે, છેલ્લી જાહેરાત પણ થઈ ગઈ છે."મીરાએ આકાશનો હાથ છોડાવતાં કહ્યું, "હું અહીં તારી સાથે લંડન આવવા માટે નથી આવી. હું ફક્ત તને એટલું કહેવા આવી છું કે હું તારી સાથે નહીં આવું. આકાશ, હું તને પ્રેમ નથી કરતી.