પ્રજા હિત પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ બરાબર ૯ વાગે એરપોર્ટ પર પોતાના પ્રાઇવેટ વિમાન દ્વારા આવવા ના હતા તેથી વહેલી સવારથી પાર્ટી ના કાર્યકર્તા ઓનો જમાવડો એરપોર્ટ પર થવા લાગ્યો હતો . એવું લગતી હતું કે રાજ્ય ની લગભગ બધી પોલીસ એરપોર્ટ પર હતી ..ડોગ સ્કોડ અને બૉમ્બ રિફ્યુઝ ટિમ પણ હાજર હતી ..મુખ્યમંત્રી અનંતરાય શિંદે એ આ બધી જવાબદારી ગૃહમંત્રી વિજય દેસાઈ ને સોંપી હતી એટલે જ ગૃહ મંત્રી એ સવારે ૪ વાગે એરપોર્ટ નો દોરો કરીને બધી વ્યવસ્થા જોઈ હતી અને પોતે સવારે ૪ વાગ્યા થી અહીં હાજર હતા પ્રદેશ અધ્યક્ષ વાસુદેવ પટેલ પણ આવી ગયા હતા અને