ભાગ 15 : કોયડાઓ નો ઉકેલરહસ્યો નો આવડો મોટો માયાજાળ સાંભળીને શીન ફરી મૂંઝાયો અને બોલ્યો - " એક મિનિટ, આ વળી ડીવા કોણ ? તે નામ વચ્ચે ક્યાંથી આવ્યું ! મે તો આ નામ પણ પહેલી વખત સાંભળ્યું છે , હજુ તમે લોકો મને સ્પષ્ટપણે નથી કહી રહ્યા , કોણ છે આ ડીવા? "" અરે એ તો રીદ્ધવ ને તો બહુ સારી રીતે ખબર હશે , તેનું તો નવું ઉપનામ પણ થવાનું હતું DRK પણ ના થયું , અફસોસ !! " ધનશ એ RK ને ચીડવતા અને થોડા હસી મજાક ની રીતે કહ્યું..RK બોલ્યો, " હા ધનશ ! બધા