કાંટાળી ટેકરીથી સાદ - 5

  • 208
  • 76

5.વૃક્ષોની હાર પાછળથી મોટી ઘંટડી વગાડવાના અવાજો, થાળી જેવામાં દીવો હાથમાં લઈ ઉઘાડા ડીલે  કોઈ પુરુષ મંત્રો જપતો આવી રહ્યો હતો અને એની પાછળ બે ચાર ઓળા લાંબા ઝબ્બા જેવાં વસ્ત્રો પહેરી આવી રહ્યા હતા. બધા સામાન્ય માનવીઓ કરતાં ઘણા ઊંચા હતા. તેમનાં પગલાંનો જરાય અવાજ આવતો ન હતો પણ તેઓ બિલ્લીપગે  હરગિજ ચાલતા ન હતા.દર્શકે એક છલાંગ લગાવી કારનો દરવાજો ખોલ્યો અને સ્ત્રીને કહ્યું “એક વાર જલ્દીથી કારમાં બેસી જા. જલ્દી.”“એ લોકોને હું હોઉં કે ન હોઉં, કોઈ ફેર પડતો નથી. એ બધા તારી પાછળ છે.” સ્ત્રી બોલી.“પણ કેમ? મેં એમનું શું બગાડ્યું છે?” દર્શક બોલ્યો. એના પગ થથરવા