મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 32

મીટિંગ તો થઈ પણ લોકોની જે અપેક્ષા હતી એ પ્રમાણે મીટિંગમાં કંઈ નિર્ણય લેવાયો નહિ. બાબાએ કંઈક યોજના બનાવી હોવાની વાત કરી પણ યોજના શું છે એ કહ્યું નહિ. પાછું ક્યારેય કશું પૂછવાની પણ મનાઈ ફરમાવી. એટલે સ્કીમમાં નાણાં ગુમાવનારા હતાશ હતા.  તખુભાની ડેલીએ આવીને આજે જાદવો, ખીમો ને ભીમો આવીને બેઠા  તો હતા પણ કોઈના મોં પર નૂર નહોતું."જાદવ રસોડામાં દૂધ પડ્યું છે. ચા તો બનાવ ભાઈ." તખુભાએ કહ્યું.જાદવો કમને ઉઠીને ચા બનાવવા ગયો. ગમે તેટલી કોશિશ કરવા છતાં કોઈના મનમાંથી સ્કીમ ખસતી નહોતી. તખુભા સામે બેઠેલા ભીમો ને ખીમો પણ ચૂપ હતા.  થોડીવારે એક રીક્ષા તખુભાની ડેલી આગળ આવીને ઉભી