એકાંત - 16

સોમનાથમાં મહાશિવરાત્રી હોવાથી ભક્તજનોની લાખોની સંખ્યા જોવા મળી રહી હતી. સોમનાથ અસંખ્ય માણસોના મેળાથી ભરાયેલુ હતુ. ઘાટ પર નાના બાળકોથી લઈને યુવાનો અને વૃધ્ધો દેખાય રહ્યાં હતાં. કોઈ ભક્તો ગોર મહારાજ પાસે રુદ્રીની અને પિતૃઓની વિધિ કરાવી રહ્યાં હતાં તો કોઈ નાહીધોઈને એમનો સામાન એકત્ર કરીને સોમનાથ દાદાનાં દર્શન કરવાં જઈ રહ્યાં હતાં. પ્રવિણ એક ઘાટ પર બેસીને બધું નિહાળી રહ્યો હતો. તેને પહેલા પહોરે મળેલ રાજની વાત યાદ આવી ગઈ. તેણે એનુ નામ રાજ કહ્યુ હતુ એ પ્રવિણના મગજને યાદ આવી રહ્યુ ન હતુ. એવામાં તેને પાછળથી કોઈએ બોલાવ્યો. પ્રવિણે એ વ્યક્તિને પોતાની નજર કેન્દ્રમાં લીધી.એ વ્યક્તિ સ્થૂળ લાગી રહ્યો