લવ યુ યાર - ભાગ 94

  • 220
  • 1
  • 90

લવ યુ યાર ભાગ-94લવ પોતાના બેડ ઉપર સ્હેજ જોરથી મસ્તી સાથે પછડાયો અને પછીથી પોતાનો કેમેરા ખોલીને આજે લીધેલા ફોટોઝ જોવા લાગ્યો અને હસવા લાગ્યો....અને બોલ્યો, "પાગલ..."અને પછીથી તેમાંથી સારા સારા પોતાના ફોટોઝ સિલેક્ટ કરીને ઈન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી મૂકવામાં મશગૂલ થઈ ગયો....અને આ બાજુ જૂહી પોતાની હોસ્ટેલના રૂમમાં મનમાં કંઈક ગણગણાટ કરતાં કરતાં એન્ટર થઈ...તેને આમ ખુશ મિજાજમાં જોઈને તેની રૂમ પાર્ટનર છવીએ તેની સામે જોયું અને બોલી, "ઓહો, મેડમ તો કંઈ બહુ ખુશ ખુશ છે ને... એન આર આઈ જોડે ફરવાની બહુ મજા આવી લાગે છે..."જૂહી થોડી થાકી ગઈ હતી એટલે તે પોતાના બેડ ઉપર એક ઝટકા સાથે બેઠી