જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૨૪ આપણે બધા દીપકની જેમ જ છીએ. આપણે ઘણી વાર આરામદાયક, પરિચિત રસ્તાઓ પર ચાલવાનું પસંદ કરીએ છીએ. નવીનતા, અનિશ્ચિતતા અને પડકારો આપણને ભયભીત કરે છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ જ આરામદાયક રસ્તાઓ આપણને ક્યાં લઈ જાય છે? કદાચ એ જ જગ્યાએ જ્યાં આપણે શરૂઆત કરી હતી! જેમ કોઈ બાળક ચાલતા શીખે ત્યારે વારંવાર પડે છે, પણ પડીને જ તે ઊભા થતા અને ચાલતા શીખે છે. શું આપણે તેને પડવા દેતા નથી? ના. કારણ કે આપણે જાણીએ છીએ કે તે પડીને જ શીખશે. તે જ રીતે, જીવનમાં પણ પડવું, ઠોકર ખાવી અને નિષ્ફળ થવું