શંકા ના વમળો ની વચ્ચે - 12

બીજા દિવસ થી એમ જ ફ્રેશ થઈ ને સ્કૂલ માં સર્વિસ કરતી સોનાલી મન થી મક્કમ હતી, સ્કૂલ ના ફ્રી પીરીયડ માં એક પણ ન્યૂઝ પેપર વાંચવાનું બાકી નહીં મૂકતી સોનાલીએ આજે બધા જ ફ્રી પીરીયડ માં પોતાની પર્સનલ નોટ રાઇટ કરી હતી, સ્ટાફમાં બધા ને આશ્ચર્ય થતું કે આજે બધા ન્યૂઝ પેપર જેમ ના તેમ ટેબલ પર પડેલા છે, રોજ મોટાભાગ ના ન્યૂઝ પેપર સોનાલી ના ટેબલ પર જ જોવા મળે, આજે સોનાલી ને પોતાની પૂરી જાત તેની નોટ માં ઉતારી દેવી હતી, સ્ટાફરૂમમાં બધા આવતા જતા મજાક કરતા રહેતા સોનાલી અને ન્યૂઝ પેપર પર પણ સોનાલી ને જરાય ધ્યાન