ખોવાયેલ રાજકુમાર - 24

"બેસિલવેધર હોલમાંથી વિસ્કાઉન્ટ ટ્યૂક્સબરીનું (આપણો ખોવાયેલ રાજકુમાર) અપહરણ!"હું ખરેખર તેના વિશે બધું વાંચવા માંગતી હતી, પરંતુ પહેલા હું રેલ્વે સ્ટેશન શોધવા માંગતી હતી.આ વાતને ધ્યાનમાં રાખીને, હું ટોપીવાળા, વ્યવસ્થિત સિવેલો સૂટ અને બાળકોના ગ્લોવ્ઝ પહેરેલા એક સજ્જન વ્યક્તિની પાછળ પાછળ ગઈ, જે તેના કોટ પર ખરીદેલા તાજાં કાર્નેશન (ફૂલો) મૂકી રહ્યા હતા. ઔપચારિક પોશાક પહેરેલો હોવાથી, કદાચ તે દિવસ માટે શહેરમાં જઈ રહ્યા હતા.મારી પૂર્વધારણાને સમર્થન આપતા, મેં ટૂંક સમયમાં જ એન્જિનના ક્રેસેન્ડોનો ગડગડાટ સાંભળ્યો જે ધીમેધીમે ગડગડાટમાંથી ગર્જના સુધી પહોંચ્યો, અને ત્યારે તેણે મારા પગ તળે રહેલો રસ્તો હચમચાવી દીધો. પછી મને સ્ટેશનની ટોચની છત અને ટાવર દેખાયા, જ્યાં