એકાંત - 15

રાજના બોલવાથી પ્રવિણ વિચારોમાંથી બહાર આવ્યો. તેણે રાજ સામે જોયુ. કશુંક કહેવા માટે તેના હોઠ ખુલ્યા."તુ મને મારા હાથમાં ચુટ્યો ભરને." પ્રવિણ જાણે સ્વપ્નમાં હોય એવી લાગણી અનુભવી રહ્યો હતો. પ્રવિણના બોલવા સાથે રાજ આશ્ચર્યથી તેની સામે જોવા લાગ્યો."હું ખીજમાં કે મસ્તીમાં કહેતો નથી. મે તને કહ્યું એમ કર.""કાકા, હું તમને ચુટ્યો કઈ રીતે...!""એ હું તને પછી કહીશ. જલ્દી કર મારે આરતીમાં પહોચવું જરૂરી છે."રાજ પ્રવિણના કહેવાથી તેને ચુટ્યો ભર્યો, ત્યાર બાદ પ્રવિણના મુખમાંથી રાજે ચુટ્યો ભર્યો તો એની એક ચીસ નીકળી ગઈ. "કાકા, આટલું જોરથી ભરાય. કેટલી બળતરા થઈ ?" પ્રવિણે રાજે હાથના જે ભાગમાં ચુટ્યો ભર્યો એને એ પંપાળવા લાગ્યો."મને