આજે અઠવાડિયા ની શાંતિ પછી ઘર માં ફરી ગુસ્સાભર્યું વાતાવરણ હતું, વાત જ એવી હતી, વચ્ચે સગાઈ કરાવી હતી એ વ્યક્તિ નો સોનાલી ના પપ્પા પર ફોન હતો કે મેઘલ ના પપ્પા એક વાર બધા સાથે મિટિંગ કરી ને વાત કરવા માંગે છે પછી સગાઈ તોડવી હોય તો ભલે તોડે એવું દબાણ છેલ્લા અઠવાડિયા થી વચ્ચે વાળા ને કરે છે તો એક વાર મિટિંગ કરી લો એના જવાબ માં સોનાલી ના પપ્પા એ હા પાડી હતી, આજે આખું ઘર સોનાલી ના પપ્પા પર આ વાતે ગુસ્સે હતું કે તમે સહમત થયા જ કેમ? તમે હા પાડી જ કેમ ?? સામે