ભૂલ છે કે નહીં ? - ભાગ 73

દિકરાની શાળા શરૂ થયાને લગભગ બે મહિના થઈ ગયા હતા. હું પહેલી વખત દિકરાને શાળાએ મૂકીને એ છૂટે ત્યાં સુધી બહાર રહેવાની હતી. મને પોતાને પણ ડર લાગતો હતો કે દિકરો શાળામાંથી નીકળી તો ન જાય ને? કારણ કે હજી તો એ ખૂબ જ નાનો. એને કોઈ પણ પ્રકારની સમજ ન હતી. પણ મેં મને પોતાને આશ્વાસન આપ્યું કે ના, એ કશે નહીં જાય. આમ પણ એના વર્ગશિક્ષકને કહ્યું છે એટલે એને કશે જવા નહીં દેશે. અને આ બધું વિચારતાં વિચારતાં હું મારે જે શાળાએ પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગઈ. લગભગ પંદરેક નબળા વિદ્યાર્થીઓ હતા જેમને મારે ભણાવવાના હતા. કોઈને