શંકા ના વમળો ની વચ્ચે - 10

સોનાલી ની મક્કમતા વચ્ચે લગભગ દોઢ મહિના જેવું થઈ ગયું હતું, કોઈ જ વાતચીત સોનાલી અને મેઘલ વચ્ચે થતી નહોતી, મેઘલ રેગ્યુલર ફોન કરતો પણ સોનાલી રીસીવ કરતી નહીં પછી મેઘલ પણ ધીમે–ધીમે ફોન ઓછા કરતો, સોનાલી ને મન માં થતું કે મેઘલ પણ શોર્ટ ટાઈમ માં સ્વીકારી લેશે કે સગાઈ તોડવા માં જ બંને ના ભવિષ્ય ના જીવન માટે  સારુંછે, આ રીતે જેમ ચાલે છે એમ ચાલવા દઈ સોનાલી રાબેતા મુજબ પોતાની જોબ અને ઘર ના કામ માં ખુશ રહેતી, રોજ રાત્રે અને સાંજે ગઝલ સાંભળી ને પોતાના માં જ ખુશ રહેવાની સોનાલી ને મજા પડતી, એ હંમેશા વર્તમાન