"શું થયું ડેવિડ?" સામંથા પણ ડેવિડની દિશામાં આગળ વધી. મારિયા પણ ડેવિડ તરફ આગળ વધી તો ડેવિડ ના કપાળ ના વચ્ચે થી લોહીનો પ્રવાહ અવિરતપણે ચાલુ હતો. આ સમય દરમિયાન પર્યટકો પણ ગોળીના અવાજ થી ગભરાઈ એ વટવૃક્ષ તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે જ ઘાટીના પ્રવેશદ્વાર તરફ બે થી ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓ પર્યટકોને ચારેય તરફથી ઘેરી વળે છે. ડેવિડ ના મૃતદેહની પાછળ જ એક આતંકવાદી બંદૂક લઇને આગળ વધી રહ્યો હતો. વટવૃક્ષ ની પાસે જ આવેશ ખાન નો મૃતદેહ પડયો હતો. મારિયા પણ કંઈ કરી શકે એ પહેલાં જ આતંકવાદીએ મારિયા ને પોતાના કબ્જામાં લઈ લીધી.સામંથા ને હજી તો ડેવિડ વિષે