4. હવે એ સ્ત્રી કારમાં ટટ્ટાર થઈને બેઠી. એણે સહેજ ઝૂકીને આગળના કાચમાંથી રસ્તા તરફ ખૂબ દૂર જોતી હોય એમ એક દૃષ્ટિ કરી. દર્શકે તેને કાંટાળી ઝાડીમાં ઉપાડી હતી ત્યારે તેનો ચહેરો એકદમ ફિક્કો લાગતો હતો પણ હવે કારના ઝાંખા પ્રકાશમાં જાણે એની ત્વચા ચમકતી હતી. એનો સુડોળ ચહેરો તો કોઈનું પણ ધ્યાન ચોંટાડી રાખે એવો હતો અને દર્શકે એની સામે મીટ માંડી પણ એ સાથે દર્શકનાં શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. એની આંખો ગજબની ચમકતી હતી. એક પણ પલકારો માર્યા વગર.દર્શકના હાથ સ્ટીયરીંગ પર જોરથી ભીંસાયા. એણે સહેજ ધ્રુજતા અવાજે પૂછ્યું “તું કોણ છે? એ લોકો જે તારી પાછળ