એકાંત - 14

પ્રવિણ તથા એના પરિવર પર સોમનાથ દાદાની અસીમ કૃપા વરસેલી હતી. શિવરાત્રીના મહાપર્વની પ્રવિણનાં ઘરમાં ધુમધામથી તૈયારીઓ ચાલું થઈ ગઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પ્રવિણનાં ઘરે શિવરાત્રિનો મહાપ્રસાદનો ભોગ બનાવવાનો હતો. પ્રવિણ બે કલાકની અંદર મહાશિવરાત્રી માટે જરૂરી સામગ્રી લઈ આવ્યો હતો.એ સામગ્રીની અંદર વીસ કિલો બટેટા, પંદર કિલો શક્કરીયા, પાંચ કિલો ફરાળ માટેનો મોરૈયો હતો. આ સાથે સોમનાથ દાદાને ચડાવવા માટે ગલગોટા અને ગુલાબનો હાર બનવવા માટે પ્રવિણ છુટા ફૂલો લઈ આવ્યો હતો.ફરાળ બનાવવાની તૈયારી સવારે વહેલાં ઊઠીને કરવાની હતી. ફૂલનો હાર બનાવવા સિવાય બીજું કોઈ કામ બાકી રહેતું ન હતું. પ્રવિણ મહાશિવરાત્રીના દિવસે નિર્જરા ઊપવાસ કરવાનો હતો.