મહાઅવતાર નરસિમ્હા- રાકેશ ઠક્કર એનિમેશન ફિલ્મ ‘મહાઅવતાર નરસિમ્હા’ (2025) સમીક્ષકોના સારા પ્રતિભાવ અને ટિકિટબારી પરના પ્રતિસાદથી નવાઈ પમાડી રહી છે. એણે ભારતની 20 વર્ષ જૂની એનિમેશન ફિલ્મ ‘હનુમાન’ નો વિક્રમ તોડ્યો છે. નિર્દેશક અશ્વિનકુમારે પૌરાણિક વાર્તાને એક આકર્ષક કથા દ્વારા દર્શાવી છે. જે હિરણ્યકશિપુ અને તેના જોડિયાભાઈના જન્મથી શરૂ થાય છે અને પ્રહલાદને મારવા સુધીની તેની યાત્રા નાટક, ભાવના, રમૂજ, રોમાંચ અને પ્રેરણાથી ભરેલી છે. ફિલ્મનું ખાસ આકર્ષણ તેનો ક્લાઇમેક્સ છે જ્યારે નરસિંહ અવતાર પોતે પોતાના ભક્તને બચાવવા માટે હિરણ્યકશિપુને મારવા માટે આવે છે. ફિલ્મનો પહેલો ભાગ ધીમી ગતિએ આગળ વધે છે. તેમ છતાં વાર્તા સતત આગળ વધે છે. વાર્તાને ક્યાંય જટિલ