પ્રસ્તાવના:જ્યાં પ્રેમ છે, ત્યાં કૃષ્ણ છે...જ્યાં ત્યાગ છે, ત્યાં કૃષ્ણ છે...જ્યાં ભક્તિ છે, ત્યાં કૃષ્ણ છે...અને જ્યાં તમે સત્યને સ્વીકારો છો, ત્યાં કૃષ્ણ બનીને સત્ય તમારું હાથે હાથ પકડે છે.કોઈએ એક વાર પૂછ્યું – "કૃષ્ણને સમજી શકાય?"જવાબ આવ્યો – "નહી... કૃષ્ણને તો અનુભવવા પડે... જીવવા પડે... દેહની મર્યાદાને ઓળંગીને આત્મામાં વસાવવો પડે."આ પુસ્તક એ પ્રયત્ન છે – કે આપણી કલ્પના, ભક્તિ અને લાગણીઓ સાથે મળીને એ નટવર નટરાજ, એ વાંસળીના વીર, એ દ્રૌપદીના આશરો, એ સુદામાના મિત્ર અને એ જગતના પિતાનું વ્યક્તિત્વ થોડું સમજી શકાય... વધુ જીવી શકાય.આ લખાણમાં કૃષ્ણ એક પથદર્શન છે, એક પ્રેમ છે, એક સૂર છે