સરઝમીન- રાકેશ ઠક્કર ભારત- પાકિસ્તાનના વિષય પર ભલે ઘણી ફિલ્મો આવી ગઈ છે. છતાં સારું છે કે 'સરઝમીન' એની નજીક પણ નથી. પિતા આર્મી ઓફિસર છે. જેનો દીકરો 8 વર્ષ માટે ગાયબ થઈ જાય છે અને જ્યારે તે પાછો આવે છે ત્યારે પિતા તેના પર વિશ્વાસ કરી શકતા નથી કે આ તેનો દીકરો છે કે નહીં કે આતંકવાદી છે. જેમાં અંત સુધી ખબર નથી પડતી કે શું થશે? વાર્તામાં કોઈ બિનજરૂરી ભારત-પાકિસ્તાન નાટક ઉમેરવામાં આવ્યું નથી. કર્નલ વિજય મેનન (પૃથ્વીરાજ) જેમણે પોતાનું આખું જીવન દેશની રક્ષા માટે સમર્પિત કર્યું હોય છે. પત્ની મેહર (કાજોલ) એ પોતાનું જીવન