મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 31

(13)
  • 280
  • 1
  • 94

ગ્રામ પંચાયતમાં હકડેઠઠ મેદની ભરાઈ હતી. ઘણા સમય પછી આજે ગ્રામસભા મળી હતી. સ્કીમમાં છેતરાયેલા લોકો રૂપિયા પાછા મળવાની આશા લઈને આવ્યા હતા. સ્ટેજ પર તખુભા, ભાભા, વજુશેઠ, પોચા સાહેબ અને ડોકટર લાભુ રામાણી બિરાજ્યા હતા. તખુભા ક્યારેય નહીં ને આજે જોટાળી બંધુક લઈને કેમ આવ્યા હશે એ કોઈને સમજાયું નહીં. રાતે આઠ વાગ્યે મિટિંગની શરૂઆત કરતા ડોકટરે ઊભા થઈ માઈક સંભાળ્યું."ભાઈઓ આજે મિટિંગ બોલાવવા પાછળ એક જ હેતુ છે. હેતુ એ છે કે આપણા ગામમાં જ નહીં પણ લગભગ આખા જિલ્લામાં કાર ફેક્ટરીની જે સ્કીમ ચાલી રહી હતી એમાં આપણે સૌએ સમજ્યા વિચાર્યા વગર બીજાના ભરોસે આપણી મહેનતના રૂપિયા લગાવ્યા.ભગો