કાંટાળી ટેકરીથી સાદ - 3

  • 262
  • 1
  • 110

3.દસ પંદર મિનિટ સુધી દર્શકે એમ જ ડ્રાઇવ કર્યા કર્યું. ઘોર અંધારું ચીરતા એની કારની લાઈટના શેરડા સિવાય ચારે તરફ એવું શૂન્યાવકાશ હતું જાણે બ્લેકહોલમાંથી પસાર થતો હોય. ઠંડીમાં તમરાંના અવાજો પણ થંભી ગયા હતા. હજી  પહાડી ખડકો વચ્ચે થઈને જતો વળાંકદાર રસ્તો હતો. હવે તીવ્ર ઉતરાણ આવી રહ્યું હતું. દર્શકે  હળવેથી બ્રેક મારી કાર ધીમી કરી અને રિયર વ્યુ મીરરમાંથી પાછળ જોયું. પેલી રૂપરૂપના અંબાર જેવી સ્ત્રી  પાછળ એમ જ બેહોશ પડી હતી. તેના શ્વાસ એકધારી ગતિએ ઝડપથી ચાલી રહ્યા હતા.એણે અજાણી બેહોશ પડેલી સ્ત્રીને  ઉઠાવી કોઈ દુષ્ટ લોકોથી બચાવેલી? એમ કરતાં એને પોતાને કોઈ મુશ્કેલી તો નહીં થાય