જોતજોતામાં ઘણો સમય વિતી ગયો હતો. અનુરાધા સાથે થયેલી ડીલ મુજબ તમામ મસાલા તૈયાર થઈ ગયા હતા અને આજે જ તેમને સપ્લાય કરવાનો દિવસ હતો. દરેક પ્રકારના સુગંધીદાર મસાલાઓ મુંબઈ પહોંચી ગયા હતા. અનુરાધાને પણ મસાલા પ્રાપ્ત થયાનો સંદેશો આપ્યો.આ બધું જોઈને નંદિની અને તેની સહેલીઓ તથા વર્કરો મા ખુશી ની લહેર ઉઠી. એ જ સમયે ફોન વાગ્યો. નંદિની કોલ રીસીવ કરે છે, સામેથી મસાલાનો નવો ઓર્ડર મળે છે. નંદિની ખુશીભેર એ ઓર્ડર સ્વીકારી મિટિંગ માટેનો સમય નક્કી કરે છે. જ્યારે તે આ સમાચાર સહેલીઓને કહે છે, ત્યારે ચારેય સહેલીઓ આનંદથી ઝૂમી ઊઠે છે.બહારનું વાતાવરણ પણ