આપણે બેનના ઘરેથી આવી ગયા. ફરી પાછી દિકરાને લઈને શાળાએ જવા લાગી. મેં જોયું કે હું જ્યારથી દિકરાને લઈને જવા લાગી ત્યારથી મમ્મી મને ખુશ દેખાતા હતા. મને એેવું લાગતું કે હું ઘરમાંથી બહાર રહું તે જ એમને ગમતું. કારણ કે પહેલાં જ્યારે હું નોકરી કરતી હતી ત્યારે પણ મને ઓફિસમાં રજા હોય એટલે એમ જ કહેતાં કે તારા પિયર રહી આવ. મારે ના જવું હોય તો પણ મોકલી દેતા. દિવાળીની સફાઈ વખતે પણ મને તો ઘરે જ મોકલી દેતા કે હું ઘર સાફ કરી દઈશ તને કંઈ સમજ નહીં પડશે. હું કહેતી કે તમે કરવા જ ન દેશો તો