એકાંત - 13

યોગીએ કરેલ સ્યુસાઈડનો ડર દલપત દાદાના મનમાં ઘર કરી ગયો. આ સાથે પ્રવિણ અને પારુલને પણ એક ડર સતાવવા લાગ્યો. જો હેતલને ઘરથી અલગ કરવામાં નહિ આવે તો હેતલ પણ કોઈ એવું ખરાબ કદમ ભરી લેશે તો ! એવું ના થાય એનાં માટે પ્રવિણ સાંજે રવિને અલગ થવાની મંજુરી આપી દેશે એવાં નિર્ધાર સાથે નિયત સમયે ઘરે આવી ગયો. ઘરે પહોચતા પ્રવિણે જોયું કે રવિના ચહેર પર એક અલગ પ્રકારની ખુશી હતી. જેનો અંદાજો એ મેળવી ના શક્યો.અચાનક રવિના બદલાવથી તેણે પારુલ અને હેતલને તેમની સાથે જમવાં માટે વાત જણાવી. પારુલ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પુરુષ પછી સ્ત્રીઓને જમવાનું