પ્રવિણને જોબ પર જવાનું મોડું થઈ રહ્યું હતું. બપોરનો સમય થઈ ગયો હોવાથી તેણે તેના ઘરે જમીને પછી જોબ પર જશે, એવો વિચાર કરી લીધો. તેણે બાકીના લોકો માટે ટિફીન પેક કરીને મોકલવાની વાત કરી પણ યોગીના પિતા પ્રવિણને વધુ તકલીફ દેવા માંગતા ન હતા. એ આસપાસની હોટલમાં થોડોક નાસ્તો કરી લેશે. એમ એ લોકોએ જણાવી દીધું. પ્રવિણ સાંજે યોગીની તબિયત પૂછવા આવશે એવી વાત કરીને જતો રહ્યો.પૂરા રસ્તામા પ્રવિણને યોગીએ કરેલ ડરપોકવાળી ભૂલનો અફસોસ કરી રહ્યો હતો. આ સાથે એ ઘરના ટેન્શનને ઘરે મૂકીને હોસ્પિટલ નીકળી ગયો હતો. ઘરનું એ ટેન્શન તેને મગજમાં ચકરાવવા લાગ્યું. સોમનાથ દાદા બધું ઠીક