ઇન્સ્પેક્ટરે યોગીનું બયાન લેવાનું ચાલું કરી દીધું. યોગીના કહેવા પ્રમાણે એ એક છોકરીનાં પ્રેમમાં હતો. એ છોકરી પણ તેને એટલો જ પ્રેમ કરતી હતી. સંજોગોને આધીન એ છોકરીએ પરિવારનાં દબાણને કારણે તેને બીજી જગ્યાએ સગાઈ કરવી પડી. તેણે એ છોકરીને ભૂલવાની ઘણી બધી કોશિશ કરી પણ એને ભૂલી ના શક્યો. અંતે ના છૂટકે તેને ઝેર પીવા જેવુ હલકું પગલું ભરવું પડ્યું. ઇન્સ્પેક્ટર યોગીની વાત સાંભળીને ગુસ્સે થઈ ગયા. તેમણે થોડાક કડક અવાજથી યોગીને સલાહ આપી, "તે સ્યુસાઇડ કરવાનો વિચાર કર્યો એમાં તારા મા-બાપનો શું દોષ હતો ? તને કાંઈ થઈ ગયું હોય તો તારાં મા-બાપ તો જીવતેજીવ મરી જ જવાનાં હતાં.