સ્પેશિયલ ઓપ્સ 2- રાકેશ ઠક્કર નિર્દેશક નીરજ પાંડે તેમની એક્શન થ્રિલર ફ્રેન્ચાઇઝી 'સ્પેશિયલ ઓપ્સ 2' સાથે OTT પર પાંચ વર્ષે પાછા ફર્યા છે. રો ઓફિસર હિંમતસિંહની ભૂમિકામાં કેકે મેનન સાથે આ વખતે ઘણી અલગ વસ્તુઓ જોવા મળે છે. એમાં માણસ વિરુધ્ધ માણસની લડાઈમાં AI નો તડકો લગાવવામાં આવ્યો છે. ગઈ વખત કરતાં એક્શન દ્રશ્યો ઓછા છે. કેમકે હાથ-પગ કરતાં કોમ્પ્યુટરની દુનિયામાં લડાઈ વધારે છે. અન્ય વેબસિરીઝની સીઝન 2 ની જેમ નીરજ પાંડેએ 'સ્પેશિયલ ઓપ્સ 2' નો કેનવાસ ઘણો મોટો બનાવ્યો છે. તેનું નિર્માણ મૂલ્ય કોઈ મોટી એક્શન ફિલ્મ જેવું છે. એમાં બતાવેલા બલ્ગેરિયા, બુડાપેસ્ટ,