પ્રવિણની વાતને સમજીને ડૉકટર અને સ્ટાફને એમની ભૂલ સમજાઈ ગઈ. પોલીસના આવે એ પહેલા તેમણે યોગીની ટ્રીટમેન્ટ આઈ.સી.યુ.મા ચાલુ કરાવી દીધી. સારવાર ચાલુ હતી એ સમયે ઈન્સ્પેકટર એમની ટુકડી લઈને પ્રવિણ અને યોગીના પરિવારના લોકો પાસે આવી પહોચ્યા."સિવિલમાંથી કોઈએ પોલીસ સ્ટેશને કોલ કરાવીને જણાવ્યું કે તમે એક સ્યુસાઈડ કેશ લઈને અહીં આવ્યા છો ?" ઈન્સ્પેકટરે પ્રવિણ સામે જોઈને કહ્યુ."હા સર, એની ટ્રીટમેન્ટ અંદર ચાલુ છે." પ્રવિણે વોર્ડ તરફ ઈશારો કરીને જવાબ આપ્યો."મારે પેશન્ટના પરિવારના લોકોથી જરૂરી પુછતાજ કરવી છે. તમે એ પેશન્ટને શુ થાવ છો ?""હું તો તેમનો પાડોશી છું. માણસાઈને ખાતર હું તેમની હેલ્પ કરવા આવ્યો છું. આ કાનો