અમૂલ્ય ભેટ

  • 286
  • 112

આરવ શર્મા બીજા દિવસે 18 વર્ષનો થવાનો હતો - એક એવો સમય કે જ્યારે તે એક છોકરામાંથી એક પુરુષ બનશે. તેના પિતા, રાજેશ શર્મા શહેરના અમીર વ્યકિતઓમાંથી એક હતા જેણે આ બધું પોતાની જાતે ફક્ત શિસ્ત, શ્રદ્ધા અને મહેનતથી મળેલી સમજદારીથી કમાવ્યુ હતું. ઘણા સમયથી આરવ પોતાને જોઈતી એક વસ્તુની ક્યારેક સ્પષ્ટ તો ક્યારેક અસ્પષ્ટ હિન્ટ આપી રહ્યો હતો. જે હતી એક કાર, કોઈ સામાન્ય કાર નહીં પરંતુ તેની ડ્રીમ કાર, બ્લેક કલરની લેટેસ્ટ કાર કે જે તેણે તેના પિતાને ઘણી વાર બતાવી, એ આશામાં કે તે તેના ઈશારા સમજી જશે અને તેણે સુધી નહીં કહેવું પડે.તેના જન્મદિવસની આગળની રાત્રે જમતી