ખાવાનું - સ્ત્રીની મૂંઝવણ

  • 554
  • 1
  • 166

લેખ:- ખાવાનું - સ્ત્રીની મૂંઝવણલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆપણાં સમાજમાં ઘણી બધી બાબતો એવી છે કે જેને સરળતાથી ઉકેલી શકાતી હોવા છતાં એ એક મુસીબત બનીને ઉભરે છે. આવી જ એક સમસ્યા એટલે ઘરમાં બનતું ખાવાનુ!"મમ્મી, આ શું બનાવ્યું છે? આ તે કંઈ ખાવાનું છે? કોઈ ખાતું હોય આને? રોજ રોજ બસ આ જ બધું ખાધે રાખવાનું? મારા બધાં ફ્રેન્ડ્સની મમ્મી તો દરરોજ નવું નવું બનાવે છે. તું પણ ક્યારેક તો કંઈક નવું બનાવ.""સ્નેહા, આ શું છે? શું દરરોજ દાળ ભાત, શાક રોટલી? તને બીજુ કશું બનાવતાં જ નથી આવડતું? ઓફિસમાં પણ બધાં કેવું સરસ સરસ લઈને આવે છે અને