દલપત દાદાની વાર્તા પરથી વત્સલે જે શીખ વડીલોને આપી, તેનાથી સૌની બોલતી બંધ થઈ ગઈ. અલગ થવાની વાતને ત્યાં જ વચ્ચે મુકીને રવિ કામ માટે ઘરની બહાર ગયો પછી પ્રવિણ એની નોકરી પર જઈ રહ્યો ત્યાં અચાનક એની પાડોશમા રહેતો કાનો તેને સિવિલ હોસ્પિટલમાં સાથે આવવા માટે બોલાવવા આવ્યો. કાનાના દોસ્ત યોગીએ ઝેરની બોટલ ગટગટાવી લેતા એને તાત્કાલિક સારવારની જરુર હતી."રવિની માં, તું આપણાં લેન્ડલાઈનથી મારી ઓફીસે કોલ કરી દેજે કે મારે આજે ઓફીસે આવતાં મોડું થશે."પ્રવિણે પારુલને સુચના આપીને કાના સાથે યોગીની સારવાર માટે હોસ્પિટલ જવા માટે ઊતાવળે પગમા પગરખા પહેરીને નીકળી ગયો.પ્રવિણ, કાનો, યોગીનો મોટો ભાઈ અને તેના