કુપ્પી ભાગ ૧૦બસ વસઈ માં આવેલા વિક્રાંત ગોખલેના ફાર્મ હાઉસ પર આવી પહોંચી .કુપ્પી અને મિત્રોના હાથ પગ ખોલ્યા અને બધાને ચાકુની ધાર પર ડરાવતા ફાર્મહાઉસના એક રૂમમાં લઈ ગયા . " વિક્રાંત ભાઈ આવશે એટલે તમને બોલાવશું . ત્યાં સુધી અહીં શાંતિથી બેસો . ફ્રિજમાં બિયર છે જોઈએ એટલી પીવો થોડીવાર માં જમવાનું પણ આવશે . પણ જો કોઈ ચાલાકી કરવાની કોશિશ કરી છે યા હિંમત દેખાડી છે તો પછી આ ફાર્મ હાઉસ ની પાછળ જંગલમાં એવી જગા પર જીવતા દાટી દઈશું કે કોઈનો બાપ નહીં શોધી શકે " એક ગુંડા એ ધમકી આપી અને દરવાજો બહારથી બંધ કરીને જતો