(કેનેડાના પ્રસિદ્ધ સાપ્તાહિક ગુજરાતન્યૂઝલાઈનમાં છપાયેલ મારી એક સુંદર રચના)"નિર્દોષ" પારેવડાં મારા ઘરના ધાબા પર એક પારેવડું દેખાઈ રહ્યું છે. ઘૂ...ઘૂ...ઘૂ કર્યાં કરી, અઘારનો ત્યાગ કરી રહ્યું છે. મને મારા હળવા લેખ માટે એક ટોપિક મળી ગયો. બોસ, પારેવડું જેવો નાજુક શબ્દ વાંચી પારેવડાંને બહુ પ્રેમ કરવા જેવો નથી. કેમ? કેમ તો હું તમને માંડીને વાત કરું. બરાબર સાંભળજો એટલે વાંચજો ભાઈઓ, બહેનો, બાલબચ્ચા સહિત. શરૂ થાય છે કબૂતર વિશે " કબૂતર"નો લેખ... કલરવનો એક ખાસ ફ્રેન્ડ નામે મયંક. આ મયંક એટલે જાણીતો પક્ષીવિદ. પક્ષીઓ ટ્રેઈન પણ