કોઈ વ્યક્તિ હેતલનાં નિર્ણય પર સાથ આપી રહ્યું હતું. દરેક સભ્યે એ વ્યક્તિ ને જોયો તો કોઈ વિશ્વાસ કરી શક્યું નહી કે હેતલને અલગ થવા માટે દલપતદાદા કહી રહ્યાં હતાં. આંગણામાં ક્યારનાં ચૂપચાપ સાંભળી રહેલાં દલપતદાદા એક હાથમાં લાકડી અને બીજો હાથ વત્સલના ખભાનો ટેકો લઈને અંદર આવતા હતા. સૌ દલપત દાદાની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા.દલપતદાદા આખરે હેતલનાં પક્ષમાં રહીને બોલ્યાં. એ વાતની સૌથી વધુ ખુશી હેતલને થવાની જ હતી ! દલપતદાદાના ફેસલાથી જો સૌથી વધુ નાખુશ હોય તો એ પારુલ હતી. હવે પ્રવિણને પણ પારુલની લાગણી સમજાય રહી હતી. એ હવે ઈચ્છતો ના હતો કે રવિ અને હેતલ ઘર