2024નું વર્ષ ભારતવર્ષ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ઐતિહાસિક બની રહેશે. આપણે ભારતવાસીઓ સદીઓથી જેની રાહ જોઈ રહ્યા હતા એવા આપણા સનાતન હિંદુ ધર્મના પરમ આરાધ્ય મર્યાદા પુરુષોત્તમ રાજા રામ ના મંદિરનું તેમની જન્મભૂમિ અયોધ્યા ખાતે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. મંદિર નિર્માણમાં અનેક વિઘ્નો, અડચણો અને વિવાદો બાદ “શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ” દ્વારા ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન થઈ ગયું છે. સનાતન હિંદુ ધર્મના આસ્થાનું પ્રતિક એવા આ રામ મંદિરના નિર્માણની યાત્રાના શબ્દસાથી બની અને ખુદને પાવન કરીએ. રામ મંદિરનો ઇતિહાસ : પૃથ્વી પર વધેલા પાપનો નાશ કરવા શ્રીવિષ્ણુએ રામ તરીકે પૃથ્વી