મહાશિવરાત્રિનું મહત્વ શું છે?

  • 150

મહાશિવરાત્રિ એ શિવની આરાધનાનો અવસર છે. અમુક માન્યતા અનુસાર આ દિવસ શિવ અને પાર્વતીના લગ્નનો દિવસ કહેવાય છે. તો કેટલાક માને છે કે આ દિવસે ભગવાન શિવે સમુદ્રમંથનના અંતે નીકળેલું હળાહળ વિષ ગટગટાવીને સૃષ્ટિને બચાવી હતી. અહીં આપણે આ કથાનકો પાછળના તાત્ત્વિક રહસ્યોને સમજીએ, જેથી આ મહાપર્વ નિમિત્તે સાચા શિવસ્વરૂપને ઓળખીને તેમની આરાધના કરી શકાય.જ્યાં સુધી પોતે અજ્ઞાનદશામાં છે ત્યાં સુધી જીવદશા કહેવાય અને પોતાને સાચા સ્વરૂપનું ભાન થાય ત્યારથી પોતે શિવદશામાં આવ્યો કહેવાય. એટલે કે, જ્યાં સુધી “હું આ દેહ છું, નામધારી છું, હું કરું છું” મનાય છે ત્યાં સુધી અજ્ઞાન છે, રાગ-દ્વેષ છે અને ત્યાં સુધી જીવદશા કહેવાય.