મલ્ટીનેશનલ કંપની હૈદ્રાબાદમાં નવા ઇજનેરોની રીક્રુટમેન્ટ થઈ. કંપની તરફથી ફ્રેશર્સ માટે વેલકમ પાર્ટી હતી. વેલકમ પાર્ટીમાં શાબ્દિ અને વૈવિધ્ય એકમેકને અચાનક જોઈ ખુશ થઈ ગયા. કારણ, બંનેનું સ્કૂલિંગ સાથે થયું હતું. નર્સરીથી લઈ બારમા ધોરણ સુધી બંને એક જ શાળા અને એક જ કોચિંગ કલાસમાં ભણતાં હોય કલાસમેટ હતાં. અચાનક એક જ ગામનાં અને એ પણ એક જ સ્કૂલનાં સહાધ્યાયનો અજાણ્યાં શહેરમાં અને અજાણી જગ્યાએ ભેટો થાય તો જાણે એવું જ લાગે કે આપણું પોતીકું કોઈ મળી ગયું. કંપનીની પાર્ટી પુરી થઈ બંને ત્યાંથી નીકળી રહ્યાં હતાં. બંને કેબની રાહ જોતાં હતાં અને વાતે વળગ્યાં. વૈવિધ્યએ પૂંછ્યું "શાબ્દિ !