એકાંત - 7

  • 392
  • 142

પારુલ સોમનાથ દાદાને પ્રાર્થના કરીને સુઈ ગઈ એ આશાએ કે સોમનાથ દાદા આ પરિવારનાં બે ભાગ ના કરે. સાસુનાં વિરુધ્ધ વિચારોની સાથે હેતલે સોમનાથ દાદાને પ્રાર્થના કરી કે, એ વહેલી તકે આ ઘરથી અલગ થઈને પોતાનું એક અલગ ઘર બનાવે. જોકે પારુલ અને હેતલની વાતોથી સવારે પ્રવિણ અને રવિનો નવો ફેસલો શું જણાવશે? એની જાણ એમણે સોમનાથદાદાને પણ થવાં દીધી ન હતી.વહેલી સવારે કુકડાનાં કુકડે કુકની સાથે પરિવારનાં એક પછી એક સભ્યો જાગી ગયાં હતાં. દલપતદાદા એમની લાકડી લઈને પાસે રહેલાં મંદિરમાં દર્શન કરવા જતા રહ્યા.વત્સલે મંદિરે જાવાની જીદ્દ કરી તો એ એને સાથે લેતા ગયા.પ્રવિણ અને રવિ એમનાં રુમમાં