“અમે ચંદ્રવંશી છીએ અને ચંદ્રવંશીની શપતથી માત્ર ચંદ્રવંશી જ નહીં. પરંતુ, સ્વયં ચંદ્રદેવ પણ બંધાય છે. એટ્લે જો કદાચ અમે ન પણ રહ્યાં તો અમારી શપત નિષ્ફળ નય જાય! તમે બધાજ નિશ્ચિંત થઈ જાઓ.” અને એકદમ સપનું તૂટ્યું.“મહારાજ રાજકુમારીજી આવ્યાં છે.” એક દાસ બોલ્યો.તે વાત સાંભળી દોડતે પગે મદનપાલ અને તેની માતા ત્યાં જઈ પહોંચ્યા જ્યાં રાજકુમારી હતી. હાફતા અને ટૂંકા સ્વરે આંખોમાં આંસુ સારતા “મારી દીકરી!” કહીને તેની માતા તેને ભેટી પડી. થોડીવાર આજુ બાજુમાં જોયાં પછી મદનપાલ બોલ્યો. “સુર્યાંશ અને બાકી બધા ક્યાં?”સુર્યાંશનું નામ સાંભળતા સંધ્યાની આંખોમાં આંસુની એક લાંબી ધાર વહી. પારોએ આગળ આવીને જીદને મદનપાલને સોંપી.